About Us

અમારા વિશે

ચરમ તીર્થાધિપતિ શ્રી મહાવીર પરમાત્માના “જીવો અને જીવવા દો” ના પરમ પવિત્ર સંદેશની મશાલ લઈને ચાલતી બનાસકાંઠાના શ્રેષ્ઠતાનો સિમ્બોલ ધરાવતી લૂલા-લંગડા મૂંગા અને અબોલ, નિરાધાર જીવો માટેની તમામ પ્રકારની સુવિધાયુક્ત શ્રી દિયોદર ખોડા ઢોર પાંજરાપોળ ૭૦-૭૦ વર્ષથી વિકટ પરિસ્થિતિનો સામનો કરીને આજે પણ અવિરત પણે ચાલે છે.

દિયોદર તાલુકાના અને આજુબાજુના ગામોના ખેડૂતો તથા પશુપાલકો પોતાના બિમાર, વૃદ્ધ અશક્ત પશુ આ સંસ્થામાં મૂકી જાય છે. જે પશુઓની કરૂણાસભર હૃદયે માવજત કરવાનું તથા આજીવન શાતા આપવાનું પુણ્યકાર્ય આ સંસ્થા સુંદર રીતે નિભાવે છે.

જીવદયાના આ ભગીરથ કાર્યમાં શ્રી સંઘના પરમઉપકારી પ.પૂ.તપાગચ્છાધિપતી આ.ભ.શ્રી રામસૂરીશ્વરજી મહારાજા તથા તેમના શિષ્યો, પ્રતિશિષ્યો તથા જીનશાસનના તમામ સમુદાયના પૂજય આચાર્ય ભગવંત સાધુ-સાધ્વી ભગવંત તેમજ અનેક અનેક જૈન સંઘો, ટ્રસ્ટો સંસ્થાઓ સહિત જીવદયા પ્રેમી મહાનુભાવોનો સહયોગ પ્રાપ્ત થતો રહે છે.

આજથી ૭૦ વર્ષ પહેલા ૫૦૦ ઘેટાં બકરા ના નાના વાડાં થી શરૂ થયેલી પાંજરાપોળ આજે વટવૃક્ષ બની છે એમાં અનેક વડીલો નો ફાળો છે. આ છે  આપણાં પૂર્વજો – શ્રી નરોત્તમદાસ મહેતા , શ્રી હરગોવન દાસ દોશી , શ્રી દીપચંદભાઈ , શ્રી બાબુલાલ દોશી , શ્રી મફતલાલ દોશી , શ્રી ત્રિભોવનદાસ , શ્રી લવજીભાઈ , શ્રી જયંતીલાલ મફતલાલ , શ્રી જેન્તીલાલ અમથાલાલ, શ્રી હસમુખલાલ , શ્રી કીર્તિલાલ , શ્રી હીરાલાલ મેહતા , શ્રી સેવંતીલાલ છોટાલાલ , શ્રી ભૂરાલાલ ડોશજીભાઈ,  

અમારી સંસ્થાને ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાત દ્વારા શ્રેષ્ઠ પાંજરાપોળનો એવોર્ડ આપવામાં આવેલ છે.

સમસ્ત મહાજન એનીમલ વેલ્ફેર બોર્ડ ભરત સરકાર ગૌસેવા આયોગ અને ગુજરાત સરકારનો સહયોગ પ્રાપ્ત થયેલ છે.

શ્રી જૈન કલ્ચર સેન્ટર, એન્ટવર્પ જૈન સંઘ દ્વારા વર્ષો વર્ષ વિશેષ સહયોગ પ્રાપ્ત થાય છે. પાંજરાપોળ માટે આજના સમય માટે અતિ વિકટ પ્રશ્ન ઘાસચારાના ખર્ચને પહોંચી વળવાનો છે. સરહદના કિનારે આવેલા આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછુ હોઈ ઘાસચારાનું ઉત્પાદન નહિવત હોવાના કારણે ઘાસચારો દૂરના વિસ્તારમાંથી મંગાવવો પડે છે, ઉપરાંત અત્યારની કારમી મોંઘવારીમાં ઘાસચારના ભાવમાં પણ વધારો થતો રહે છે. હાલની આ અસહ્ય મોંઘવારીના કારણે અબોલ પશુઓનો નિભાવ કરવો ઘણો કઠીન બનેલ છે. તો તમારા જીવદયા હિત ચિંતક આચાર્ય ભગવંતશ્રીઓ સંસ્થાઓના ટ્રસ્ટીવર્યશ્રીઓ, જૈન સંઘો તથા જીવદયા પ્રેમીઓને જીવદયાના ભગીરથ કાર્યમાં સહભાગી થવા અમારી નમ્ર અપીલ છે.

સ્થાપકો અને ટ્રસ્ટીઓ

આ સંસ્થા દયાળુ હૃદય અને નિસ્વાર્થ સેવાથી પરિપૂર્ણ અનેક ટ્રસ્ટીઓ અને સ્થાપકોની ટીમ ના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે :

પ્રમુખશ્રી

કનુભાઈ ફોજાલાલ દોશી

ઉપપ્રમુખશ્રી

મહેન્દ્રકુમાર કે. મહેતા (નગરશેઠ)

મેને. ટ્રસ્ટીશ્રી

જયંતીલાલ બાપુલાલ દોશી

ટ્રસ્ટીશ્રી

રમણીકલાલ દિપચંદભાઈ શાહ

ટ્રસ્ટીશ્રી

મુક્તિલાલ અમૃતલાલ શાહ

ટ્રસ્ટીશ્રી

અશોકભાઈ બાબુલાલ શાહ

ટ્રસ્ટીશ્રી

તનોજભાઈ કીર્તિલાલ શાહ

ટ્રસ્ટીશ્રી

નૈલેષભાઈ ભુરાલાલ મહેતા

આધુનિક અને સુવિધાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર

સંસ્થાની કામગીરીની ઝલક

  • પશુઓને નિરંતર શાતા મળે માટે વિવિધ સુવિધાયુક્ત પશુ, આવાસ, પાણીના અવાડા તથા વૃક્ષોની શીતળ છાયા.
  • પશુઓને દરરોજ લીલો ઘાસચારો નીરવામાં આવે છે. તેમજ એક પણ દિવસ ભૂખ્યા ન રહે તે માટે ત્રણ વિશાળ ગોડાઉનમાં સુકાઘાસનો પૂરતો સ્ટોક રાખવામાં આવે છે.
  • ૧૫૦૦ ઉપરાંત પશુની માવજત માટે વેટરનરી ડૉક્ટર સાથે ૨૫-૨૫ ગોવાળ મિત્રો દ્વારા માવજત કરવામાં આવે છે.
  • નયનરમ્ય સુંદર જળાશય તથા પીવાના પાણી માટે ટયુબવેલ તેમજ ઓવરહેડ પાણીની ટાંકીની સગવડ છે.
  • સુંદર પક્ષીઘર, સસલાઘર, ચણ માટે ચબૂચરો.
  • બિમાર તથા અશક્ત પશુ માટે અલગ વ્યવસ્થા તેમજ દરરોજ ગોળ-પાપડીનું નિરણ, એમ્બ્યુલન્સની સગવડ.
  • પાણીના હવાડાની દરરોજ સફાઈ તેમજ સમયાંતરે ચુનાથી સફાઈ કરવામાં આવે છે જેથી લીલ કે ફુગથી થતી ઉત્પતિ દ્વારા થતી જીવહિંસાના પાપથી બચી શકાય.
  • સંસ્થાનો તમામ વહીવટ બેંક ટ્રાન્જેકશનથી કરવામાં આવે છે. દર વર્ષે નિયમિત ઓડિટ કરીને નિયમિત રિટર્ન ભરવામાં આવે છે.
  • સંસ્થા આવતી દાનની રકમનો સુયોગ્ય તથા યથોચિત ઉપયોગ કરવામાં આવે છે.

પશુઓ માટેની આરોગ્યસંબંધી વ્યવસ્થા

શ્રી દિયોદર પાંજરાપોળ ખાતે, અમે એક દયાળુ અને સુવ્યવસ્થિત સંભાળ પ્રણાલી દ્વારા દરેક પ્રાણીના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીએ છીએ.

અમારી પશુ ચિકિત્સા ટીમ દ્વારા દરેક નવા પશુપાલકની તપાસ કરવામાં આવે છે અને કોઈપણ ઇજાઓ અથવા બીમારીઓ માટે તાત્કાલિક સારવાર આપવામાં આવે છે. ગંભીર કેસોને સુરક્ષિત રીતે સ્વસ્થ થવા માટે એકાંતમાં રાખવામાં આવે છે.

અમારી પાંજરાપોળ  તબીબી પુરવઠો, પ્રાથમિક સારવારના સાધનોથી સજ્જ છે અને નિયમિત રસીકરણ અને કૃમિનાશક દવાનું સંચાલન કરે છે. જરૂર પડ્યે અમે નિષ્ણાત પશુચિકિત્સકોની પણ સલાહ લઈએ છીએ, જે તમામ પ્રાણીઓ માટે શારીરિક અને ભાવનાત્મક સંભાળ બંને સુનિશ્ચિત કરે છે.

Veterinarian feeding cows inside a clean shelter barn, promoting cattle health and care at a rural animal care center.

વાર્ષિક સેવાકીય પ્રવૃત્તિઓ

શ્રી દિયોદર પાંજરાપોળ ખાતે, અમારી વાર્ષિક સેવા પ્રવૃત્તિઓ પાંજરાપોળમાં  રહેતા ઢોરોનું સન્માન અને પાલનપોષણ કરવા માટે કાળજી, ભક્તિ અને સમુદાયની ભાગીદારીનું મિશ્રણ કરે છે.

ખોરાક ઉત્સવ

જીવદયા પ્રેમીઓ  ખાસ ઢોરોને  ભોજન આપવા માટે ભેગા થાય છે, જેમાં લીલો ચારો, ગોળ, અનાજ અને આયુર્વેદિક મિશ્રણનો સમાવેશ થાય છે. આ ઉત્સવો ઘણીવાર પૂનમ, એકાદશી અને શુભ જૈન અને હિન્દુ તિથિઓ દરમિયાન યોજાય છે.

સંચાલન સમિતિ / ગવર્નિંગ ટીમ

Caretakers walking with cows along a village path, showcasing daily cattle care and rural animal management.

શ્રી દિયોદર પાંજરાપોળની તાકાત તેની સમર્પિત અને દૂરંદેશી સંચાલન સમિતિમાં રહેલી છે. આ પ્રતિષ્ઠિત ટીમ પાંજરાપોળના રોજિંદા સંચાલન, લાંબા ગાળાના આયોજન અને એકંદર સુખાકારીનું નિરીક્ષણ અતૂટ પ્રતિબદ્ધતા સાથે કરે છે.

દાનવીર, આધ્યાત્મિક નેતાઓ, સમુદાયના વડીલો અને વિષય નિષ્ણાતોનો સમાવેશ કરતી સમિતિ ખાતરી કરે છે કે દરેક નિર્ણય સેવા (નિઃસ્વાર્થ સેવા), અહિંસા અને પારદર્શિતાના મુખ્ય મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે.

દરેક સભ્ય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે – નાણાકીય દેખરેખ અને દાતાઓની સંલગ્નતાથી લઈને પશુચિકિત્સા સંકલન અને માળખાગત વિકાસ સુધી.

Scroll to Top